તા: ૦૯.૧૨.૨૦૧૮ના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહિલા મોરચાનું કાર્યાલય શરુ કરવામાં આવ્યું.

તા: ૦૯.૧૨.૨૦૧૮ના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવજી તથા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહટકરની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા મોરચાના યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનની સુચારુ કામગીરી માટે પ્રદેશ કાર્યાલય ખાતે મહિલા મોરચાનું કાર્યાલય શરુ કરવામાં આવ્યું તથા વિવિધ તૈયારીઓ ના ભાગરૂપે દરેક વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે તથા પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી ડો. જ્યોતિબેન પંડ્યા સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.