પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરૂણ ચુગજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશ એસ.ટી. મોરચાની કારોબારી બેઠક યોજાઈ.
આ બેઠકમાં પ્રદેશ એસ.ટી. મોરચાના અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ અને એસ.ટી.મોરચાના પ્રભારી શ્રી જનકભાઈ બગદાણાવાળા, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા અને હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.



















