પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહજીએ માર્ગદર્શન આપ્યું.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહજી એ તમામ પ્રદેશ એકમોને આગામી કાર્યક્રમોના સંદર્ભમાં આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે વિવિધ પ્રદેશો દ્વારા આગામી કાર્યક્રમોના આયોજનના સંદર્ભમાં કરેલી તૈયારીની માહિતી મેળવી, જેના અંતર્ગત પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશની ટીમની સાથે પણ ચર્ચા કરી.