પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ તથા કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય ડાક વિભાગ દ્વારા સુરત ખાતે ફોરેન પોસ્ટ સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો. આ સેવા દ્વારા જ્વેલર્સ અને ડાયમંડના વેપારીઓને જ્વેલરી અને ડાયમંડ વિદેશ એક્સપોર્ટ કરવામાં ઘણો ફાયદો થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, શ્રી વી.ડી.ઝાલાડિયા, શ્રી અરવિંદભાઈ રાણા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તથા ગુજરાત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં.
