પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની સહૃદયતા : પાંચ વર્ષ પહેલા મહેસાણાનાં જે કાર્યકર્તાનાં નિવાસસ્થાને રોકાણ કર્યું હતું, એ કાર્યકર્તાનાં નિવાસસ્થાનની મુલાકાત લીધી
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ૨૦૧૬માં મહેસાણા ખાતે યોજાયેલી કારોબારી સભામાં ગયા હતા, એ વખતે ભાજપા પ્રદેશ દ્વારા એવું નક્કી કરાયેલું કે કારોબારી સભ્ય કે પદાધિકારી કોઇપણ સર્કિટ હાઉસ કે હોટલમાં નહીં રોકાય પણ કાર્યકર્તાનાં નિવાસસ્થાને રાત્રિ રોકાણ કરશે. એ સમયે તત્કાલીન નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબ પ્રદેશ કારોબારી સભ્ય હતા અને એમણે શ્રી દિલીપભાઇ ચૌધરીને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.
આજે લગભગ પાંચેક વર્ષ પછી 21મી જુલાઇએ શ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઉંઝા ખેડુતોનાં ચેક વિતરણ કાર્યક્રમમાં ગયા ત્યારે રસ્તે મહેસાણા ખાતે શ્રી દિલીપભાઇનાં નિવાસસ્થાનની મુલાકાત લઇ જૂના દિવસો યાદ કર્યા હતા.
એમની આ સહૃદયતા કાર્યકર્તાશ્રીઓને અને જનતાને તરત જ પોતીકા બનાવી લે છે.
તેમની સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી એમ.એસ.પટેલ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ સહિત મહાનુભાવો જોડાયા હતા.
શ્રી દિલીપભાઈ ચૌધરી સાથેની વાતમાં સી આર પાટીલ સાહેબે 2016ના કારોબારી સમયના નિવાસ્થાને કરેલા રોકાણ પ્રસંગની યાદો તાજી કરી હતી.