પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગામી કાર્યક્રમના અનુસંધાને પ્રદેશ ની બેઠક યોજાઈ.

Line

આજે ૨૧ ડિસેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ, જિલ્લા ભાજપા પ્રમુખ /મહામંત્રીશ્રીઓ, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જશ્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ ગઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી. પટેલ, શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી આઈ. કે જાડેજા, શ્રી ગોરધનભાઈ ઝડફીયા , પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલિયા, પ્રદેશ પ્રવકતા શ્રી ભરતભાઈ પંડ્યા તથા પ્રદેશ ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આગામી ૨૫ ડિસેમ્બરે ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી છે. પ્રત્યેક વર્ષે અટલજીના જન્મદિવસને ભાજપા દ્વારા ‘સુશાસન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
શ્રી પાટીલે વધુમાં જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરના સુશાસન દિવસે વૈશ્વિક નેતા અને જન નાયક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તે જ દિવસે બપોરે 12:00 કલાકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃષિ સહાય રૂપે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે.
શ્રી પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અંત્યોદયના લક્ષ્ય સાથે ગરીબો તેમજ ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. આ માટે તમામ વર્તમાન અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ, સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ એક સાથે ગુજરાતના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારમાં પહોંચીને કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારની ગરીબો અને ખેડૂત હિતકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત 25 ડિસેમ્બરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના બપોરે 12:00 કલાકે ખેડૂતહિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વના સંદર્ભમાં યોજાનાર સંબોધનનો લાભ લોકોને મહત્તમ રીતે મળે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સમગ્ર ભાજપા સંગઠનને તેઓએ અપીલ કરી હતી.
શ્રી પાટીલે પેજ કમિટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ભાજપા સંગઠન દ્વારા પેજ કમિટી ની કામગીરી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. આ માટે તેઓએ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત આ કામગીરીમાં જુદા- જુદા વ્યવસાય સાથે સંકળાયેલા સમાજના પ્રતિષ્ઠિત લોકોને પણ સામેલ કરીને પેજ કમિટીની રચના કરવા સૂચન કર્યું હતું.
અંતમાં શ્રી પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા કેન્દ્રીયમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી એ પણ પેજ કમિટીની કામગીરી પૂર્ણ કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે હું આ તબક્કે આ સર્વે મહાનુભાવોનો હાર્દિક આભાર માનું છું.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top