પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં તા. ૦૩.૧૧.૨૦૧૮ ના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે “વિસ્તારકશ્રીઓ ની બેઠક” નું આયોજન કરવામાં આવ્યું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી ની અધ્યક્ષતામાં તા. ૦૩.૧૧.૨૦૧૮ ના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે “વિસ્તારકશ્રીઓ ની બેઠક” નું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિતના પ્રદેશ હોદ્દેદારો – આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અગામી લોકસભાની ચૂંટણીઓની વ્યવસ્થાની તૈયારીઓ માટે ૩૦૦ કરતા પણ વધુ વિસ્તારકો લોકસભા વિસ્તારોમાં જશે. લોકસભા ચૂંટણીઓ માટે ૩૦૦ કરતા પણ વધુ વિસ્તારકોને જવાબદારી સોંપવામાં આવી છે તેના આયોજનની જવાબદારી પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવ ભટ્ટ સંભાળશે. આ વિસ્તારકોના માર્ગદર્શન આપવા માટે આજરોજ ‘‘શ્રી કમલમ્’’ ખાતે બેઠક રાખવામાં આવી હતી. લોકસભા વિસ્તારમાં બુથ લેવલ સુધી ચૂંટણી તંત્રની ગોઠવણી માટે અને મતદારોના સંપર્ક માટે આ વિસ્તારકો દિવાળી પછી લોકસભા ચૂંટણી સુધી આ વિસ્તારોમાં કાર્યરત રહેશે.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444