નવસારીના ગણદેવી તાલુકાના રહેજ ખાતે નવનિર્મિત નિરામય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે કરવામાં આવ્યું.
આ હોસ્પિટલ દ્વારા લોકોને સ્વાસ્થ્યની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.