ગુજરાત બજેટમાં ₹500 કરોડની ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ’ યોજના જાહેર કરવામાં આવી

તે બદલ જૈન સમાજ તેમજ સૌ પાંજરાપોળો દ્વારા આજરોજ ચૈત્ર સુદ એકમના હિંદુ નવ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જીવદયા અભિવાદન સમારોહ યોજાયો. આ સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા સહિત સંતો-મહંતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.