ગુજરાત પ્રવાસ દરમ્યાન માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ ભાજપાના વરિષ્ઠ આગેવાન શ્રી એ.કે. પટેલજી સાથે મુલાકાત કરી હતી.

શ્રી એ.કે. પટેલજી એ સાંસદોમાંથી એક છે, જેમણે વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ ભાજપાની 2 બેઠકથી લઈ 303 બેઠક સુધી સફરના સાક્ષી રહ્યા છે.