ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડિજિટાઇઝ્ડ ગ્રંથોનું વિમોચન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે સંપન્ન થયું.
ગુજરાતી ભાષાના સર્વપ્રથમ એન્સાઇક્લોપીડિયા એટલે કે ગુજરાતી વિશ્વકોશના વિવિધ વિષયો પર 23,000 જેટલા લખાણો હવે આંગળીના ટેરવે વાંચી શકાશે.