ગુજરાતમાં કુપોષણને નાબૂદ કરવા અને બાળકોને સુપોષિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત દ્વારા આયોજિત ‘સુપોષણ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે સુરતથી કરવામાં આવ્યો.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી એમ.એસ.પટેલ, શ્રી જનકભાઈ બગદાણાવાલા, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તથા વર્ચ્યુઅલ માધ્યમથી દરેક જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.