ગુજરાતને સુપોષિત કરવાના લક્ષ્ય સાથે ચાલી રહેલા સુપોષણ અભિયાન અંતર્ગત આજરોજ રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.