ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ગઇકાલે પંજાબ ખાતે વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહેલા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના કાફલાને ઇરાદાપૂર્વક અટકાવી પ્રધાનમંત્રીશ્રીની સલામતી સાથે ચેડાં કરવાનું કાવતરું પંજાબ સરકાર દ્વારા કરાયું એ સંદર્ભે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ તથા પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં.