ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તથા કર્ણાવતી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો તે બદલ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ.
આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.



















