ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ હોદેદારોની બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદેદારોની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર શ્રી કે.સી.પટેલ શ્રી શબ્દશરણ ભ્રહ્મભટ્ટ સહિતના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, સંગઠન પર્વના પ્રદેશ અને ઝોન ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જશ્રીઓ, સંગઠન પર્વના જીલ્લા/મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ તથા પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ જીલ્લા/મહાનગરના સંરચના અધિકારીશ્રીઓ તથા સહ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.