ગતરોજ કર્ણાવતી મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મેડિકલ સેલ દ્વારા ‘સ્વાસ્થ્ય સંગમ પ્રશિક્ષણ શિબિર’નું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી નિમિષાબેન સુથાર, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, સામાજિક આગેવાન શ્રી દિલીપભાઈ દેશમુખ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ તથા પ્રદેશ મેડિકલ સેલના કન્વીનર ડૉ. ધર્મેન્દ્રભાઈ ગજ્જર સહિત મેડિકલ સેલના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યાં.