કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી કુબેરભાઈ ડીંડોર તથા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.