કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કોઠીયા મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ તથા ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી કેશુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડીયા, મેયર શ્રી કિરીટભાઈ પરમાર તથા આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.