ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન થયું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.