આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આગામી 25 જાન્યુઆરીના રોજ ગુજરાત ભાજપાના પેજ સમિતિના સભ્યો સાથે સીધો સંવાદ કરશે.

આ કાર્યક્રમના અનુલક્ષ્યમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તથા પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજે ધારાસભ્યશ્રીઓ તથા સાંસદશ્રીઓની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.