આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસ અને વારસાને ઉજાગર કરવા મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રિ-દિવસીય વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો શુભારંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસ અને વારસાને ઉજાગર કરવા મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રિ-દિવસીય વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે થયો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષીબેન લેખી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વરિષ્ઠ આગેવાન શ્રી સોમાભાઈ મોદી તથા પદાધિકારીશ્રીઓ અને વિવિધ દેશના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.