આજરોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સાબરમતી ખાતે ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે માટીના કુલ્હડમાંથી બનાવેલ ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણેજી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.