આજરોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ.
જેમાં થરા, ભાણવડ અને ઓખા નગરપાલિકાની પેટાચૂંટણીની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યશ્રીઓ હાજર રહ્યા.















