આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે બિહારના નવનિયુક્ત સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા માટે માન.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારોહ યોજાયો.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકારજી, આદરણીય સુરેન્દ્રકાકા, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.