આગામી 25 જાન્યુઆરીના રોજ આયોજિત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પેજ સમિતિ સાથેના સંવાદ કાર્યક્રમ સંદર્ભે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.

આગામી 25 જાન્યુઆરીના રોજ આયોજિત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પેજ સમિતિ સાથેના સંવાદ કાર્યક્રમ સંદર્ભે આજરોજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ-મહામંત્રી, જિલ્લા પ્રભારી, યુવા મોરચાના જિલ્લા પ્રમુખ-મહામંત્રી તથા ITSMના જિલ્લા ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કન્વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી, પ્રદેશ આઈ.ટી. વિભાગના કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ, સહ કન્વીનર શ્રી મહેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યાં.