विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम् । पात्रत्वात् धनमाप्नोति, धनात् धर्मं ततः सुखम् ॥
અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ખાતે નવનિર્મિત ‘મદદ’ પ્રાથમિક શાળાનું પરમ પૂજ્ય સંત શ્રી મોરારિ બાપુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે લોકાર્પણ તેમજ દરેક બાળકને શિક્ષણની સાથે ઉત્તમ પોષણ મળે તે હેતુ ‘સુપોષણ અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણા, ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, મથુરાના સાંસદ શ્રીમતી હેમા માલિનીજી, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે.વી.કાકડિયા, જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.