Thu, 12 Jun, 2025 આ દુર્ઘટનાની બચાવ-રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારના પોલીસ, આરોગ્ય, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના સંકલન અને ત્વરિત કામગીરીની સરાહના એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ

Line

Fri, 13 Jun, 2025

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

વડાપ્રધાનશ્રીએ દર્દીઓની સ્વાસ્થ્યપૃચ્છા કરીને તેમના સ્વજનોને આ પરિસ્થિતિ સામે લડવાની હિંમત બંધાવી

ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ તથા વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ થવાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં વડાપ્રધાનશ્રીની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ,  કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને વડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યા સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રીએ દર્દીઓની સ્વાસ્થ્ય પૃચ્છા કરીને સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી હતી. આ દુર્ઘટનામાં  ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ વડાપ્રધાનશ્રીએ લીધી હતી. અને ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો  પાસેથી દર્દીઓની હાલની  સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવશ્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line