સ્પેસ એપ્લિકેશન્સની રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Line

Tue, 22 Jul, 2025

ગુજરાત દીવ, દમણ, દાદરા નગર હવેલીના પ્રતિનિધિઓની બેઠકમાં ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ અને ગતિશીલ વિઝન અનુરૂપ પ્રશાસનની કાર્યદક્ષતા વધારવા સ્પેસ આધારિત ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ અંગે સામુહિક મંથન-પરામર્શ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા યોજાયેલી સ્પેસ એપ્લિકેશન્સ રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ અને ગતિશીલ વિઝન અનુરૂપ પ્રશાસનની કાર્યદક્ષતા વધારવા માટે સ્પેસ આધારિત ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓને તેમના વિકાસ કાર્યક્રમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક સેક્ટર્સ પ્લાનિંગ, મોનિટરિંગ, ઈવેલ્યૂએશન અને ડિસીઝન મેકિંગમાં સ્પેસ ટેકનોલોજી પરથી મળતા ઈનપુટ્સનો મહત્તમ ઉપયોગ માટે પ્રેરણા આપવામાં આવી રહી છે.

આ હેતુસર ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય રિજિયોનલ મીટમાં ઇસરોના વૈજ્ઞાનિકો, નીતિ નિર્ધારકો, ઉદ્યોગ અગ્રણીઓ વગેરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજનમાં સેટેલાઈટ ટેકનોલોજીના ઉપયોગ અંગે સામુહિક મંથન-પરામર્શ કર્યા હતા.

સ્પેસ સેક્ટરમાં ચાલી રહેલા સુધારાઓ અને ઇન્ડિયન સ્પેસ પોલીસી 2023ના અમલીકરણને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગનું પુનઃમૂલ્યાંકન કરીને ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓ નક્કી કરવાનો કેન્દ્ર સરકારે ઉદેશ્ય રાખ્યો છે.

આ માટે વિકસિત ભારત 2047 માટે સ્પેસ ટેકનોલોજી અને એપ્લિકેશન્સના લાભ વિષયે બીજી રાષ્ટ્રીય બેઠક આગામી 22મી ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે.

આ બેઠકની તૈયારીઓના ભાગરૂપે ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થાન (ISRO) અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્તરે વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી આવી જ એક રિજિયોનલ મીટનું ઉદઘાટન  અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદના નિયામક શ્રી નિલેશ દેસાઈ, રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધાર અને ઇસરો-સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિકો તથા રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line