સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મૂલાકાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Line

Thu, 12 Jun, 2025

સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવવંદના કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ, બારડોલીની તેમની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ આપી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સરદાર નિવાસની મુલાકાત લઇ આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અંગે વિગતે જાણકારી મેળવી હતી. બારડોલી સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા તેની જાણકારી પણ તેમણે મેળવી હતી.

સરદાર સાહેબ  સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા તે ખંડ અને સ્મૃતિ ચિન્હોનું નિરીક્ષણ મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતુ અને સરદાર સાહેબની ભાવવંદના કરી હતી.

આશ્રમના સંચાલકોએ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી ના આ વર્ષમાં  મુખ્યમંત્રીશ્રી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા એ માટે ખુશી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા આશ્રમને કરવામાં આવતી મદદ અંગે ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરીટભાઇ પટેલ અને મંત્રી નિરંજનાબેને મુખ્યમંત્રીશ્રીનું  શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સુરતના સાંસદ મુકેશભાઈ, ધારાસભ્ય સર્વશ્રી ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ, કલેકટર ડૉ. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી. શિવાની ગોયલ, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવિનભાઈ પટેલ તેમજ સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line