મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા

Line

Thu, 10 Jul, 2025

માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યાં

વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં.

ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.

નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ શ્રી એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, શ્રી યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને શ્રી આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા શ્રી જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line