મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૫ કરોડના મ્યૂનિસિપલ બોન્ડનું બેલ રિંગિંગ સેરેમનીથી NSEમાં લિસ્ટિંગ કરાવ્યું

Line

Wed, 25 Jun, 2025

ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની

અર્બન ઈયર-૨૦૨૫માં ગાંધીનગર મહાનગરપાલિકા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિટી ડેવલોપમેન્ટના કામો માટે આત્મનિર્ભરતા સાથે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય સાકાર કરશે

દેશની ૧૭ મહાનગરપાલિકાઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા મ્યુનિસિપલ બોન્ડમાં ગુજરાતનો ૨૭ ટકા હિસ્સો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૫ કરોડના મ્યુનિસિપલ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં ગિફ્ટ સિટી ખાતેથી લિસ્ટિંગ કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ બેલ રિંગિંગ સેરેમનીથી આ NSE લિસ્ટિંગ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ અને NSEના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે ૨૦૨૫નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

આ શહેરી વિકાસ વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં વૃદ્ધિ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ દ્વારા ‘અર્નિગવેલ, લિવિંગવેલ’નો ધ્યેય આ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી સાકાર કરશે.

ગાંધીનગર મહાનગર પાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ લાવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની છે. આ અગાઉ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડ્યા છે.

વડાપ્રધાનશ્રીએ ર૦૧૬માં દેશની અર્બન લોકલ બોડીઝને આત્મનિર્ભરતા દ્વારા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ માટે સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ ઊભું કરવા પ્રેરણા આપી હતી. આ સંદર્ભે કોર્પોરેશનની સ્થાપનાના ૧૫ વર્ષમાં જ મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ લાવનારી પ્રથમ મહાનગરપાલિકા ગાંધીનગર મહાનગરપાલિકા બની છે.

દેશમાં અત્યાર સુધીમાં ૧૭ મહાનગરપાલિકાઓ દ્વારા  રૂ.૩૩૫૯ કરોડના બોન્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તેમાંથી રૂ.૯૨૫ કરોડના બોન્ડ ઈશ્યુ કરીને ગુજરાત ૨૭ ટકાના ફાળા સાથે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે તેમ NSEના ચીફ બિઝનેશ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામકૃષ્ણને આ પ્રસંગે જણાવ્યું હતું.

ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબહેન પટેલે આ બોન્ડના પરિણામે ગાંધીનગરના વિકાસ કામો માટે જનભાગીદારી યુક્ત ભંડોળ ઉપલબદ્ધ થતાં વિકાસની ગતિ વધુ તેજ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મ્યુનિસિપલ બોન્ડ મેળવનાર ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ ૨૦ મહાનગરપાલિકા પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાને આશરે રૂ. ૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ બોન્ડ લિસ્ટિંગ અવસરે ડેપ્યુટી મેયરશ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા, NSEના અધિકારીઓ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line