મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી

Line

Sat, 30 Aug, 2025

૭૬મા વન મહોત્સવની ઉજવણી ખેડા જિલ્લાના ગળતેશ્વર માં 

મુખ્યમંત્રીશ્રી પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળીને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા

૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર માં નિર્માણ પામેલા રાજ્યના ૨૪  માં સાંસ્કૃતિક વનના  લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં  મહાદેવ ના  પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના  પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.

આ તકે મુખ્યમંત્રીનીશ્રી સાથે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,પંચમહાલના સાંસદ શ્રી રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, વન સંરક્ષક શ્રી મિતલબેન સાવંત અને શ્રી આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી શ્રી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line