પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Line

Sun, 06 Jul, 2025

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  6 જુલાઈ ભારતના મહાન સપૂત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની  જન્મજયંતી છે. શ્યામા પ્રસાદ મુખરજીએ ભારતમાં એક નવી વિચારધારાને જન્મ આપ્યો હતો.

ખૂબજ કડક શિસ્ત, હિન્દુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોના આગ્રહી એવા તેમના પિતા શ્રી આશુતોષ મુખરજીના કારણે શ્યામા પ્રસાદજીમાં બાળપણથી જ ભારતીયતા ના ઉચ્ચ સંસ્કારો હતા.

એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્યામા પ્રસાદ જી કલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા. વીર સાવરકરના આગ્રહથી તેઓ હિન્દુ મહાસભામાં સક્રિય બન્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમણે ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન-એક નિશાન-એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ શ્રી મુખરજી હતા. તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યાં હતા.

તેમનું જીવન દર્શન આજે પણ આપણને રાષ્ટ્ર હિત પ્રથમ ના ભાવ સાથે જીવવાનું માર્ગદર્શન આપતું રહે છે એમ પણ શ્રી ઋષિકેશ પટેલે  શ્યામા પ્રસાદજીને  આદરાંજલી આપતાં જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષ દવે, ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી.પંડ્યા તેમજ વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line