સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ જીવન ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત આજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ગાંધીનગર લોકસભાની બૃહદ બેઠક માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીઅમિત શાહના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભામાં કરોડોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાશે.












