સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે સહજ સંવાદ કર્યો અને તેમને સંયમ, સદાચાર તથા સેવા ભાવનાના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા. સાથે જ જેલમાં કાર્યરત વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈ કેદીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી તેમની પ્રતિભા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યું. #SevaSankalpAbhiyan












