સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે આયોજિત ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાશીની પાવન માટી સાથે કર્ણાવતી મહાનગર પહોંચેલી ‘કળશ યાત્રા’નું માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા શ્રી જગન્નાથજી મંદિરમાં પવિત્ર કળશનું વિધિવત્ પૂજન અને સ્થાપન કરવામાં આવ્યું.












