‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત આજે દાહોદના ધાનપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે યુવાનો સાથે સંવાદ કર્યો તેમજ યુવાનોના નવતર વિચારો અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના વિઝનને બિરદાવ્યા તથા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ યુવાનોને આહ્વાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા તથા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં.












