મોદી સરકારની નાણાકીય યોજનાઓ જનજન સુધી પહોંચે તે માટે દેશભરમાં 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’નો પ્રારંભ થયો છે. આજે ગાંધીનગર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે તેમજ જનધન ખાતાને લગતી કામગીરી પણ કરાશે.












