માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે પત્રકાર પરિષદને સંબોધી અને વિવિધ કાર્યક્રમોની માહિતી આપી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ,અનિલભાઈ પટેલ, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.












