માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકશ્રીઓની સંયુક્ત પરિષદ સંપન્ન થઈ, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગામતળ માટેની જમીન નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કર્યું. આ પરિષદમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.












