માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹1,297 કરોડથી વધુ રકમના વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યોમાં મહી નદી પર 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થયેલ ગંભીરા બ્રિજ, નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમ, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ, ITI ગોરવા ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ અને સબ સ્ટેશન સહિત માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઊર્જા અને શહેરી વિકાસના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. #SevaSankalpAbhiyaan












