માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલે આજે વડનગર ખાતે સંગીત સમ્રાજ્ઞી બહેનો તાના-રીરીની સ્મૃતિમાં આકાર લઈ રહેલા અત્યાધુનિક ‘સંગીત સંગ્રહાલય’ની મુલાકાત લીધી અને નિર્માણ કાર્યની સમીક્ષા કરી. આ સંગ્રહાલયમાં 360-ડિગ્રી ઇમર્સિવ પ્રોજેક્શન અને 8 વિશેષ ગેલેરીઓ દ્વારા મુલાકાતીઓને સંગીતના એક અદભુત વિશ્વનો અહેસાસ થશે તેમજ સંશોધકો અને સંગીત પ્રેમીઓ માટે અત્યાધુનિક સંગીત લાઇબ્રેરી અને રેકોર્ડિંગ સ્ટુડિયો જેવી વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.












