માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં આયોજિત વર્ચ્યુઅલ બેઠકમાં 2000થી વધુ કાર્યકર્તાઓ જોડાયા. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યાં તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા.












