માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે આજે કલોલ નગરપાલિકાના ₹144 કરોડના વિવિધ વિકાસકાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ સંપન્ન થયું. આ વિકાસકાર્યોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અમૃત સરોવર, બેઘર લોકો માટે આશ્રયસ્થાન અને બોરવેલનો સમાવેશ થાય છે, જેનાથી કલોલ સ્વચ્છતા, સુવિધા અને સંવેદનાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.










