માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કલોલ તાલુકાના વડસર ખાતે આનંદમ્ પરિવાર દ્વારા CSR ફંડમાંથી નવીનીકરણ પામેલ આનંદમ્ જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે મહાનુભાવો દ્વારા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.











