માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના શુભહસ્તે આજે ગાંધીનગર ખાતે મહારાષ્ટ્ર સમાજ દ્વારા નવનિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી , પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ , મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિત મહારાષ્ટ્ર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.












