માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવીથી ઓગણજ-શીલજ-આંબલી-શાંતિપુરા થઈ સનાથલ સાબરમતી નદી સુધી અંદાજિત ₹300 કરોડથી વધુના ખર્ચે નાખવામાં આવેલ વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કર્યું. આદરણીય અમિતભાઈએ એશિયામાં પ્રથમવાર માઈક્રો ટનલિંગ પદ્ધતિથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. આ પ્રોજેક્ટ થકી ગોતા, સાયન્સ સીટી વિસ્તાર, ચાંદલોડિયા, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેવાડી, શાંતિપુરા, સનાથલ વિસ્તાર, ફતેવાડી ગામતળ વિસ્તારમાં ડ્રેનેજ ઓવર ફલોની સમસ્યાનાનું નિરાકરણ થશે.

- « Previous
- 1
- …
- 48
- 49
- 50









