ભારતીય રાજનીતિના યુગપુરુષ, ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી ‘સુશાસન દિવસ’ નિમિત્તે ગાંધીનગરના નવનિર્મિત ચ-3 સર્કલનું માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે સર્કલનું નવું નામાભિધાન ‘અટલ સર્કલ’ કરવામાં આવ્યું છે, જે અટલજીના વિરાટ વ્યક્તિત્વની સ્મૃતિઓને જીવંત રાખશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.












