પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચેલે ગુજરાત બજેટ 2026-27 સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પત્રકાર પરિષદને સંબોધી અને બજેટની મુખ્ય બાબતો વિશે પ્રેસ-મીડિયા સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ અને પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત રહ્યા.












